સુખડી
સામગ્રી
1. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
2. ૫૦ ગ્રામ ગોળ
3. ૫૦ ગ્રામ ઘી
4. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
5. ૧ ચમચી ખસ ખસ
6. બદામની ચીરીઓ
પદ્ધતિ
1. એક નાની થાળીને ઘી થી ચોપડીને એક બાજુ એ મૂકી દો.
2. એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
3. ઘી ગરમ થઇ ગયા પછી તેમાં ગોળ ઉમેરો.
4. ગોળ ઘી માં ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
5. ગોળ ને હલાવતા રહો જેથી દાજી ના જાય.
6. હવે ઘઉંનો લોટ ઉમેરો.
7. ધીમા તાપે સતત હલાવતા હલાવતા લોટ હળવા બદામી રંગનો ના થાય ત્યાં સુધી ગરમ કરો.
8. હવે ગેસ સ્ટવ બંધ કરી દો અને મીશ્રણને તૈયાર કરેલી થાળીમાં સરખી રીતે પાથરી દો.
9. થોડુક ઠંડુ પડે એટલે તેના એક સરખા ચોસલા પડી દો અને ખસ ખસ તથા બદામ ની ચીરીઓ થી સજાવો.
પૌષ્ટિક સુખડી પીરસવા માટે તૈયાર છે.