પુરણ પોળી
સામગ્રી
- ૨૦૦ ગ્રામ ચણા-દાળ
/ તુવર-દાળ
- ૧૦૦ ગ્રામ
ગોળ
- ૧૫૦ ગ્રામ
ઘઉંનો લોટ
- અડધી ચમચી
ઈલાયચી પાવડર
- ૩-૪ કેસર
- ઘી
પદ્ધતિ
- ચણા-દાળ/તુવર-દાળ
ને ૧૦-૧૫ મિનીટ સુધી પાણીમાં ઉકાળો
- દાળને
ચાળણીમાં ૧૦-૧૫ મિનીટ સુધી રાખી બધું પાણી નીતારી લો.
- હવે ચણા-દાળ/તુવર-દાળ માં ગોળ
ઉમેરો, અને જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવો.
- તેમાં
ઈલાયચી પાવડર અને કેસર નાખો.
- અલગ વાસણમાં
આ મિશ્રણને ગરમ કરો અને મિશ્રણને નરમ અને ઘટ્ટ બનાવો.
- સતત હલાવતા
રહો કે જેથી મિશ્રણ દાઝી ના જાય.
- આ પુરણને
બાજુ પર મૂકી દો.
- ઘઉંનો
લોટ માં ઘી અને પાણી ઉમેરી તેને ગુંદી નાખો.
- ૪ ઇંચની
રોટલી બને એવી રીતે તેમાં થી લુવા બનાવી
લો.
- ૪ ઇંચની
સાઈઝની રોટલી વણી લો.
- તેની વચ્ચે
પુરણ ભરો.
- ચારે બાજુ
થી વાળી લો.
- ધ્યાનપૂર્વક
ફરીથી ૪ ઈંચની સાઈઝ ની રોટલી વણી લો.
- હવે આ
રોટલી(પોળી)ને તવી ઉપર બંને બાજુ થી શેકી લો.
પુરણ-પોળી ઉપર
ઘી લગાવીને ગરમા-ગરમ આરોગો.