ખાંડવી
સામગ્રી
- ૨૫૦ મી.લી.
ઘટ્ટ છાશ
- ૧૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
- ૧
ચમચી હળદર
- ચપટી
હિંગ
- ૧/ ૨ ચમચી રાઈ
- ૨ લીલા મરચા (છુન્દેલા)
- ૧ ચમચી
તલ
- ૮-૧૦
મીઠા લીમડાના પત્તા
- ૨
ચમચી તેલ
- ૧૫-૨૦
કોથમીરના પત્તા
- સ્વાદ
અનુસાર મીઠું
પદ્ધતિ
- એક તપેલી
માં બેસન,
હળદર, મીઠું અને ચપટી હિંગ નાખીને મિક્ષ કરી
લો.
- હવે ઘટ્ટ
છાશને તેમાં ઉમેરતા રહો અને સાથે સાથે હલાવતા રહો.
- હવે આ મિશ્રણને ગેસ ઉપર મધ્યમ
ગતિએ લગભગ ૮-૯ મિનીટ સુધી ઉકાળો.
- મિશ્રણને
ઉકળતાની સાથે સતત હલાવતા રહો જેથી તપેલીની નીચે ગઠ્ઠો જામી ના જાય.
- મિશ્રણ
જાડું થયું છે તેની ખાતરી કરી લો.
- ઉકાળતી
વખતે મિશ્રણ ઉછળશે, તેથી થોડું ધ્યાન રાખવું.
- મિશ્રણને
ઉકળ્યા બાદ તેલ લગાવેલી મોટી પ્લેટમાં શક્ય હોય એટલું પાતળું થર પાથરી દો.
- ૧૦-૧૫
મિનીટ માટે ઠંડુ થવા દો.
- ઠંડુ થઇ
ગયા પછી એનો રોલ વાળી લો.
- ૨-૨ ઇંચ
ના ટુકડા પાડી દો.
- બીજી તપેલી
માં ૨ ચમચી તેલ વઘાર માટે મુકો.
- તેમાં
રાઈ,
છુન્દેલા મરચા, તલ અને મીઠા લીમડાના પત્તા
નાખો.
- બધાનો
વઘાર થવા દો.
- વઘારને
તૈયાર કરેલા રોલ ઉપર એક સરખી રીતે રેડી દો.
- કોથમીર
ના પત્તા થી શણગારો.
સ્વાદિષ્ટ ખાંડવી પીરસવા માટે તૈયાર છે.