કોથમીરની ચટણી
સામગ્રી
1. ૧ મોટી ઝૂડી કોથમીર
2. ૧/૨ ચમચી ચાટ મસાલો
3. ૧ ચમચી જીરું પાવડર
4. ૧ મોટા લીંબૂનો
રસ
5. ૧ ઇંચ આદુની પેસ્ટ
6. ૨ કેપ્સીકમની પેસ્ટ
7. મીઠું સ્વાદ અનુસાર
8. ૨ ચમચી તેલ
પદ્ધતિ
1. તેલને
એક બાજુએ મૂકી દો અને બાકીની સામગ્રી ને એક કબીરામાં બ્લેન્ડર વડે મિક્ષ કરીને
પેસ્ટ બનાવી લો.
2. બ્લેન્ડિંગ કરતી
વખતે ગઠ્ઠા ના થઇ જાય તેનું ધ્યાન રાખો.
3. હવે આ લુગદીમાં તેલ ઉમેરો.
4. ફરીથી ૨૦-૨૫ સેકંડ માટે પેસ્ટને બ્લેન્ડ કરો અને તેલને
બરાબર મિક્ષ કરી દો.
5. તેલ પ્રીસર્વેટીવનું કામ કરે છે અને ચટણીનો લીલો રંગ જાળવી
રાખે છે.
ચટણીને ફ્રીજ જેવી ઠંડી
અને સુકી જગ્યા એ સંઘરી રાખો.