શ્રીખંડ
સામગ્રી
- ૧ કી.ગ્રા. જાડુ દહીં
- ૨૫૦
ગ્રામ
દળેલી
ખાંડ
- ૨-૩ કેસર
- ૧ ચમચી હુંફાળું દૂધ
- ૧ ચમચી ઈલાયચી
વાટેલા
- ૫૦
ગ્રામ બદામ પીસ્તાની કતરી
પદ્ધતિ
- એક જાળિયામાં સ્વચ્છ સુતરાઉ કાપડ
પાથરો.
- તેમાં દહીં મૂકીને ૩-૪ કલાક
પાણી નીતારવા દો.
- બીજી બાજુ કેસરને હુંફાળા દૂધમાં
ઘસીને ઓગાળી દો.
- હવે એક મોટા વાડકામાં નીતારેલું
દહીં લો, અને તેમાં કેસર વાળું દૂધ, ઈલાયચી પાવડર અને ખાંડ ઉમેરો.
- હેન્ડ બ્લેન્ડરની મદદથી બધાને એકરસ
કરી દો કે જેથી દહીંના દાણા એકરસ થઇ જાય.
- હવે વાડકાને ૨ કલાક જેવું ફ્રીજમાં
મૂકી રાખો.
પીરસતી વખતે બદામ અને પીસ્તાના ટુકડાથી શણગારો.