મગજ
કે મગદળ
સામગ્રી
- ૫૦૦ ગ્રામ માગનો લોટ (કકરો) (મગદળ માટે) / બેસન (મગજ માટે)
- ૨૫૦ ગ્રામ ખાંડ
- ૫૦ ગ્રામ ખોયા (મોળો માવો)
- ૧૦ સમારેલી બદામ
- ૧૦ સમારેલા પીસ્તા
- ૨ ચમચી ઈલાયચી પાવડર
- ૨૫૦ ગ્રામ ઘી
પદ્ધતિ
- મગના લોટ કે બેસન ને ૧૨૫ ગ્રામ ઘી થી બરાબર
મોયી લો.
- બાકીના ઘીને કડાઈમાં ગેસ ઉપર
ધીમા તાપે ગરમ કરો.
- મોયેલા મગના લોટને ઉકળતા ઘી માં
હલાવતા-હલાવતા નાખો,
- થોડુક ગરમ થયા બાદ તેમાં મોળો માવો
ઉમેરો અને હલાવતા રહો.
- મિશ્રણ ગરમ થયા બાદ તેમાં ખાંડ,
બદામ અને પીસ્તાના ટુકડા તથા ઈલાયચી પાવડર નાખો.
- હવે જ્યાં સુધી મિશ્રણ હળવા બદામી
રંગનું ના થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો.
- હવે ગેસ સ્ટવ બંધ કરી દો.
- એક નાની થાળીને ઘી થી ચોપડી તેમાં
આ મિશ્રણને પાથરી દો.
- ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
- હુંફાળું હોય ત્યાં સુધીમાં પ્રમાણસર
ચોસલા પડી દો.
- બીજી ૩૦ મિનીટ સુધી ઠરવા દો.
મગજ પીરસવા માટે તૈયાર છે.