મોહનથાળ
સામગ્રી
- ૨૦૦
ગ્રામ ઘી
- ૨૫૦
ગ્રામ
ચણાનો લોટ (કરકરો)
- ૫૦ ગ્રામ ખોયા
(મોળો માવો)
- ૫૦
ગ્રામ બદામ પીસ્તાની કતરી
- ૧ ચમચી વાટેલા
ઈલાયચી
- ૨૫૦
ગ્રામ
ખાંડ
- ૨ ચમચી દૂધ
પદ્ધતિ
- ૧ મોટી
થાળીમાં બેસન બેસનને ૨ ચમચી દૂધથી મોયી લો.
- હવે
તૈયાર થયેલા ગાંગડાને ચાળણી વડે ચાળી લો.
- જેથી
બેસનની નાની નાની કાંકરી તૈયાર થઇ જશે.
- એક
મોટી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
- તેમો
બેસનની કાંકરી નાખો અને ધીમા તાપે શેકો.
- જયારે
બેસન હલકો બદામી રંગ પકડે ત્યારે તેમાં મોળો માવો ઉમેરો.
- મિશ્રણને
હલાવતા રહો અને ૧ મિનીટ જેટલું ગરમ થવા દો.
- કડાઈને
ગેસ ઉપરથી ઉતારી લો.
- બીજી એક તપેલીમાં ખાંડ લો અને
ખાંડ ડૂબે એટલી માત્રામાં પાણી લો.
- તપેલી
ને ગેસ ઉપર ગરમ કરવા મુકો.
- ગરમ
થતા ખાંડનો કચરો ઉપર આવી જશે તેને ચમચા વડે કાઢી નાખો.
- જયારે
ચાસણીને ચમચીથી પાડતા એકધારે પડે ત્યારે સમજવું કે ચાસણી તૈયાર થઇ ગયી છે.
- આ ચાસણીને બેસનના મિશ્રણ સાથે ભેળવી
તેને ફરીથી ૧ મિનીટ ગરમ કરો.
- ગેસ બંધ કરી દો.
- હવે મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં
પાથરી દો.
- ૧૦-૧૫ મિનીટ ઠંડુ પડવા દો.
- ત્યાર બાદ તેની ઉપર બદામ પીસ્તાની
કતરી અને ઈલાયચી પાવડર છાંટી દો.
- ૩૦ મિનીટ ઠંડુ પડે એટલે તેના ચોસલા
પાડી દો.
તો તૈયાર છે મનમોહક મોહનથાળ.