દાળવડા
સામગ્રી
- ૫૦૦
ગ્રામ મગની દાળ
- ૫૦
ગ્રામ અડદની દાળ
- ૫૦
ગ્રામ ચોખા
- આદુ
પેસ્ટ
- ડઝન
લીલા મરચા
- લસણ
૧૦ કળી
- ચપટી
હીંગ
- ડુંગળી
- મરચાં
- તળવા
માટે તેલ
- સ્વાદ
પ્રમાણે મીઠું
પદ્ધતિ
- મગ, અડદ અને ચોખાને એક બાઉલમાં મિક્ષ કરો.
- બધું મિશ્રણ પાણીમાં ડૂબી જાય તેટલું પાણી નાખો.
- આ મિશ્રણને 6 કલાક જેટલું પલળવા દો.
- હવે આ પલળેલા મિશ્રણને મિક્ષ્ચરમાં અધકચરું
વાટી લો.
- તેમાં આદુની પેસ્ટ, સમારેલા મરચાં, લસણની પેસ્ટ,
હિંગ, વાટેલા કાળા મરી અને મીઠું ઉમેરો.
- હવે આ મિશ્રણને બરાબર હલાવો.
- હવે ફ્રાયિંગ પેન માં તેલ લઈને ગેસ ઉપર ઉકાળવા
મુકો.
- ઉકળતા તેલમાં મિશ્રણનાં નાના ગોળા તળવા માટે
મુકો.
- તળ્યા બાદ તૈયાર દાળવડા ને ઝારા વડે બહાર કાઢો
અને બીજા ગોળા તળવા માટે મુકો.
- તૈયાર દાળવડા ને સમારેલી ડુંગળી સાથે પીરસો.
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાળવડા
ખાવા માટે તૈયાર છે.