ગુજરાતી કઢી
સામગ્રી
- ૫૦ ગ્રામ
બેસન (ચણાનો લોટ)
- ચપટી હળદર
- ૧/૨ ચમચી તજ પાવડર
- સ્વાદ
અનુસાર મીઠું
- ૨ કપ છાશ
- ૨ ચમચી તેલ
- ચપટી હિંગ
- ૧ ચમચી રાઈ
- ૧ ચમચી જીરું
- ૧ ઇંચ જેટલા આદુની પેસ્ટ
- ૨ લીલા મરચા
- ૧૦-૧૨ કોથમીરના
પત્તા
- ૧૦-૧૨ પત્તા મીઠો લીમડો
પદ્ધતિ
- એક વાડકામાં બેસન, હળદર, મીઠું
અને છાશને ભેગા કરો.
- બધાને હલાવીને એકરસ કરી દો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- ચપટી હિંગ, રાઈ અને જીરું તેમાં
નાખો.
- વઘાર થયા પછી બેસન છાશના મિશ્રણને
તેમાં ઉમેરો.
- થોડુક ગરમ થવા દો. (૨ મિનીટ)
- ત્યારબાદ તેમાં આદુંની પેસ્ટ, મરચા
અને મીઠા લીમડાના પત્તા નાખો.
- ૭-૮ મિનીટ સુધી તેને ગરમ કરો.
- કોથમીરથી કઢીને શણગારો.
મસાલેદાર કઢી ખાવા માટે તૈયાર છે.