સામગ્રી
- ૨૫૦ ગ્રામ તુવર-દાળ
- ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
- ૨
ચમચી હળદર
- ૨
ચમચી લાલ મરચું
- ૧
ચમચી અજમો
- ૩-૪
લવિંગ
- ૨-૩
તજ
- ૧
ચમચી રાઈ
- ૧૦-૧૫
મીઠા લીમડાના પત્તા
- ૨ લીલા મરચા (ટુકડા
કરેલા)
- ચપટી
હિંગ
- ૧/૨
ચમચી આંબલીની પેસ્ટ
- ૨૫
ગ્રામ કાજુ
- ૫૦
ગ્રામ સિંગદાણા
- ૧/૨
ચમચી ગરમ મસાલો
- ૧
ચમચી ટામેટાની પેસ્ટ
- ૩
ચમચી તેલ
- ૧
ચમચી ઘી
- સ્વાદ
અનુસાર મીઠું
પદ્ધતિ
- ત્રાસકમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
- હવે તેમાં
હળદર,
લાલ મરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને
સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- હવે
બધાને બરાબર ગુંદી લો.
- ૧
ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો.
- રોટલી
વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો.
- હવે
તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી બાફો.
- ૧૫
મિનીટ સુધી ઠરવા દો.
- તુવર-દાળને પ્રેશર-કુકર માંથી કાઢી લો.
- હવે
તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો.
- ઉકાળેલા
તેલ/ઘીમાં લવિંગ,
તજ અને રાઈ નો વઘાર કરો.
- વઘારમાં
મીઠા લીમડાના પાન,
લીલા મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો.
- હવે
તેમાં બાફેલી તુવર-દાળ ઉમેરો.
- હવે
તેમાં આંબલી,
કાજુના ટુકડા, સિંગદાણા, ગરમ મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર
હલાવી ને મિક્ષ કરો.
- હવે
એમાં ટામેટાની પેસ્ટ,
૧ ચમચી હળદર, મીઠું અને ૨ કપ પાણી ઉમેરો.
- બરાબર
ઉકળવા દો.
- કાપેલા
ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો.
- ૧૦
મિનીટ ઉકળવા દો.
ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.