મેથીના થેપલા
સામગ્રી
- ૧ જુડી મેથી
- ૧/૨ જુડી કોથમીર
- ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
- ૨૫ ગ્રામ બેસન (ચણાનો લોટ)
- ૨૫ ગ્રામ રવો / ચોખાનો કકરો લોટ
- ૧ ચમચી તલ
- ૧/૨ ચમચી જીરું
- ૩ ખાંડેલા લીલા મરચા
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી હળદર
- મીઠું સ્વાદ અનુસાર
- સાંતળવા માટે તેલ
પદ્ધતિ
- મેથી અને કોથમીરને ચોક્ખા પાણીથી
ધોઈ અને સમારી લો.
- બધા લોટને એક મોટા કબીરામાં
મિક્ષ કરો.
- હવે કબીરમાં મેથી, કોથમીર, તલ,
જીરું, લીલા મરચા, લાલ મરચું, ચમચી હળદર અને મીઠું ઉમેરો.
- બધી સામગ્રીને બરાબર હલાવી નાખો.
- થોડુક પાણી નાખીને લોટને ગુંદી
લો, થોડું તેલ લઇ લોટને પોચો અને સુવાળો બનાવો.
- ગુન્દેલા લોટના ૮-૧૦ એક સરખા લુવા
બનાવી લો.
- દરેક લુવા માંથી ૫ ઇંચ જેટલા વ્યાસ
વાળી થેપલા વણી લો.
- દરેક થેપલાને બંને બાજુ તેલ લગાવીને
ગરમ તવી ઉપર સાંતળી લો.
- થેપલા બરાબર તળાય છે તે ખાતરી કરી
લો.
- ૮-૧૦ થેપલાને એક પછી એક સાંતળી
લો.
મેથીના થેપલા પીરસવા માટે તૈયાર છે, કે પછી હવાચુસ્ત ડબ્બામાં સંગરી
રાખો.