Khakhra - Masala Khakhra

ખાખરા (સાદા અને મસાલા વાળા)


સામગ્રી
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧ ચમચી ઘી
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ૧ ચમચી જીરું
  5. ૧/૨ ચમચી કાળા મરી પાવડર

પદ્ધતિ
  1. ત્રાસકમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
  2. તેમાં થોડુક મીઠું ઉમેરો.
  3. લોટને ફરીથી ગુંદીને પોચો બનાવો
  4. ગુન્દેલા લોટના રોટલી બને એવા એક સરખા લુવા બનાવો.
  5. હવે લુવા માંથી શક્ય હોય એટલી પાતળી રોટલી વાણી લો.
  6. વણેલી રોટલીને બંને બાજુથી શેકતા રહો.
  7. રોટલીને ઉપરથી કપડા વડે દબાવતા રહીને શેકતા રહો.
  8. રોટલી કડક અને બદામી રંગની ના થાય ત્યાં સુધી શેકતા રહો.
  9. આવી રીતે બધીજ રોટલીઓને શેકી લો.

સાદા ખાખરા તૈયાર છે, ખાવ કે પછી ડબ્બામાં સંગરી રાખો.


મસાલા ખાખરા બનાવવા માટે, લોટ ગુંદતી વખતે તેમાં જીરું અને કાળા મરી નાખી દો અને બાકીના સ્ટેપ પ્રમાણે ખાખરા બનાવો.