ખીચડી
સામગ્રી
- ૨૦૦ ગ્રામ ચોખા
- ૫૦ ગ્રામ મગની દાળ
- ૫૦ ગ્રામ મસૂરની દાળ
- ૧ ચમચી હળદર
- સ્વાદ
અનુસાર મીઠું
પદ્ધતિ
- એક ચોક્ખી તપેલીને ધીમા તાપે ગેસ
ઉપર મુકો.
- ૪ કપ જેટલું પાણી એમાં ઉમેરો.
- પાણી થોડુક ગરમ થયા બાદ (લગભગ ૨ મિનીટ) તેમાં મગની
દાળ ઉમેરો.
- તેને ૭-૮ મિનીટ ઉકળવા દો.
- ત્યાર પછી મસૂરની દાળ અને ચોખા ઉમેરો.
- સાથે સાથે હળદર અને મીઠું પણ નાખો.
- તપેલીને ઢાંકી દો.
- લગભગ ૧૦ મિનીટ સુધી માધ્યમ તાપે ઉકળવા દો.
આપના ભોજન માટે ખીચડી તૈયાર છે.