ઢોકળા
સામગ્રી
- ૨૦૦ ગ્રામ રવો / કકરો ચોખાનો લોટ
- ૫૦ ગ્રામ
બેસન (ચણા નો લોટ)
- ૨ કપ છાશ
- સ્વાદ
અનુસાર મીઠું
- ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧/૨ ચમચી હળદર
- ૩ ચમચી તેલ
- ૧
ચમચી સોડા
બાય -કાર્બ કે ઈનો
- ૧ લીંબુનો રસ
- ૧ ચમચી તેલ
- ૧૦-૧૨ કોથમીરના
પત્તા
- ૧ ચમચી લાલ મરચું
પદ્ધતિ
- રવો, બેસન અને છાશને એક તપેલીમાં લઇને બરાબર મિક્ષ
કરો.
- શક્ય એટલું એકરસ કરી લો.
- મિશ્રણ એકરસ અને ઘટ્ટ હોવું જરૂરી છે.
- મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો અને ૪ કલાક માટે સુકી
જગ્યા ઉપર મૂકી રાખો.
- હવે મિશ્રણમાં આદું મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો,
બરાબર હલાવો.
- બીજી બાજુ ગેસ ઉપર પ્રેશર કૂકર તૈયાર કરો.
- એક નાની થાળી કે ડીશ લઈને તેને તેલ વાળી કરી દ્યો.
- એક વાડકીમાં
૧ ચમચી સોડા બાય -કાર્બ કે ઈનો,
લીંબૂનો રસ અને ૧ ચમચી તેલ લઈને બરાબર
મિક્ષ કરી લો.
- ઢોકળાના તૈયાર કરેલ મિશ્રણમાં તેને નાખી દો.
- હવે આ મિશ્રણને તેલ વળી કરેલી ડીશમાં પાથરી દો અને
૧૦-૧૨ મિનીટ માટે કૂકરમાં બાફી લો.
- ૧૦ મિનીટ કૂકર ઠંડુ થવા દઈ ઢોકળાના ચોસલા કાપી લો.
- હવે વઘાર કરવા માટે ૨ ચમચી તેલ કડાઈમાં ગરમ કરો.
- તેમાં રાઈનો વઘાર કરો.
- વઘારને ઢોકળા ઉપર સમાન રીતે રેડી દો.
- કોથમીરના પત્તાથી અને લાલ મરચાથી ઢોકળાને શણગારો.
ચટણી/સોસ/અથાણા સાથે પીરસો.