Paneer - Extract of Milk (પનીર)

પનીર

સામગ્રી
  1. 1 લિટર દૂધ
  2. 2 ચમચા લીમ્બુનો રસ

પદ્ધતિ
1.    સૌ પ્રથમ દુધ ને એક તપેલીમા કઢો.
3.    હવે ગેસ સ્ટવને બંધ કરી દો અને તેમા લીમ્બુનો રસ નાખો.
4.    હવે દુધને ચમચાથી હલાવતા રહો જેથી 20-30 સેક્ન્ડમા દુધ ફાટી જશે
5.   હવે કપડાથી કે પછી મોટી ગરણીથી ગળી લો, પાણી અને દુધ ને અલગ તારવી લો.
6.    લગભગ 20 મિનીટ સુધી પણી નિતરવા દો.
7.    હવે સમતળ જ્ગ્યા ઉપર પનીરને મુકો અને કોઇ વજનદાર વસ્તુથી પનીરને 30 મિનીટ સુધી દબાવી દો.


હવે આપ પનીર ને વાપરી શકો છો કે પછી ફ્રીજ મા સંગ્રહી શકો છો.

Khaman (ખમણ)

ખમણ


સામગ્રી
  1. ૨૦૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
  2. ૫૦ ગ્રામ રવો / કકરો ચોખાનો લોટ
  3. ૫૦ ગ્રામ અડદનો લોટ
  4. કપ  છાશ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ
  7. ૧ ચમચી આદુની પેસ્ટ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ચમચી તેલ
  10. ૧ ચમચી સોડા બાય -કાર્બ  કે ઈનો
  11. ૧ લીંબુનો રસ
  12. ચમચી તેલ
  13. ૧૦-૧૨ કોથમીરના પત્તા
  14. ૨-૩ લીલા મરચા (તળેલા)

પદ્ધતિ
  1. બેસન, રવો, અડદનો લોટ અને છાશને એક તપેલીમાં લઇને બરાબર મિક્ષ કરો.
  2. શક્ય એટલું એકરસ કરી લો.
  3. મિશ્રણ એકરસ અને ઘટ્ટ હોવું જરૂરી છે.
  4. મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો અને ૪ કલાક માટે સુકી જગ્યા ઉપર મૂકી રાખો.
  5. હવે મિશ્રણમાં આદું મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો, બરાબર હલાવો.
  6. બીજી બાજુ ગેસ ઉપર પ્રેશર કૂકર તૈયાર કરો.
  7. એક નાની થાળી કે ડીશ લઈને તેને તેલ વાળી કરી દ્યો.
  8. એક વાડકીમાં  ૧ ચમચી સોડા બાય -કાર્બ  કે ઈનો, લીંબૂનો  રસ અને ૧ ચમચી તેલ લઈને બરાબર મિક્ષ કરી લો.
  9. ઢોકળાના તૈયાર કરેલ મિશ્રણમાં તેને નાખી દો.
  10. હવે આ મિશ્રણને તેલ વળી કરેલી ડીશમાં પાથરી દો અને ૧૦-૧૨ મિનીટ માટે કૂકરમાં બાફી લો.
  11. ૧૦ મિનીટ કૂકર ઠંડુ થવા દઈ ખમણ ના ચોસલા કાપી લો.
  12. હવે વઘાર કરવા માટે ૨ ચમચી તેલ કડાઈમાં ગરમ કરો.
  13. તેમાં રાઈનો વઘાર કરો.
  14. વઘારને ઢોકળા ઉપર સમાન રીતે રેડી દો.
  15. કોથમીરના પત્તાથી અને તળેલા લીલા મરચાથી ખમણ ને શણગારો.

ચટણી સાથે પીરસો.

Shrikhand (શ્રીખંડ)

શ્રીખંડ


સામગ્રી
  1. ૧ કી.ગ્રા. જાડુ દહીં
  2. ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૨-૩ કેસર
  4. ૧ ચમચી હુંફાળું દૂધ
  5. ૧ ચમચી ઈલાયચી વાટેલા
  6. ૫૦ ગ્રામ બદામ પીસ્તાની કતરી

પદ્ધતિ
  1. એક જાળિયામાં સ્વચ્છ સુતરાઉ કાપડ પાથરો.
  2. તેમાં દહીં મૂકીને ૩-૪ કલાક પાણી નીતારવા દો.
  3. બીજી બાજુ કેસરને હુંફાળા દૂધમાં ઘસીને ઓગાળી દો.
  4. હવે એક મોટા વાડકામાં નીતારેલું દહીં લો, અને તેમાં કેસર વાળું દૂધ, ઈલાયચી પાવડર અને ખાંડ ઉમેરો.
  5. હેન્ડ બ્લેન્ડરની મદદથી બધાને એકરસ કરી દો કે જેથી દહીંના દાણા એકરસ થઇ જાય.
  6. હવે વાડકાને ૨ કલાક જેવું ફ્રીજમાં મૂકી રાખો.


પીરસતી વખતે બદામ અને પીસ્તાના ટુકડાથી શણગારો.

Gujarati Kadhi (Curry) (ગુજરાતી કઢી)

ગુજરાતી કઢી


સામગ્રી
  1. ૫૦ ગ્રામ બેસન (ચણાનો લોટ)
  2. ચપટી હળદર
  3. ૧/૨ ચમચી તજ પાવડર
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. કપ  છાશ
  6. ચમચી તેલ
  7. ચપટી હિંગ
  8. ૧ ચમચી રાઈ
  9. ૧ ચમચી જીરું
  10. ૧ ઇંચ જેટલા આદુની પેસ્ટ
  11. ૨ લીલા મરચા
  12. ૧૦-૧૨ કોથમીરના પત્તા
  13. ૧૦-૧૨ પત્તા મીઠો લીમડો

પદ્ધતિ
  1. એક વાડકામાં બેસન, હળદર, મીઠું અને છાશને ભેગા કરો.
  2. બધાને હલાવીને એકરસ કરી દો.
  3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  4. ચપટી હિંગ, રાઈ અને જીરું તેમાં નાખો.
  5. વઘાર થયા પછી બેસન છાશના મિશ્રણને તેમાં ઉમેરો.
  6. થોડુક ગરમ થવા દો. (૨ મિનીટ)
  7. ત્યારબાદ તેમાં આદુંની પેસ્ટ, મરચા અને મીઠા લીમડાના પત્તા નાખો.
  8. ૭-૮ મિનીટ સુધી તેને ગરમ કરો.
  9. કોથમીરથી કઢીને શણગારો.


મસાલેદાર કઢી ખાવા માટે તૈયાર છે.

Mohanthal (મોહનથાળ)

મોહનથાળ


સામગ્રી
  1. ૨૦૦ ગ્રામ ઘી
  2. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ (કરકરો)
  3. ૫૦ ગ્રામ ખોયા (મોળો માવો)
  4. ૫૦ ગ્રામ બદામ પીસ્તાની કતરી
  5. ૧ ચમચી વાટેલા ઈલાયચી
  6. ૨૫૦ ગ્રામ ખાંડ
  7. ૨ ચમચી દૂધ

પદ્ધતિ
  1. ૧ મોટી થાળીમાં બેસન બેસનને ૨ ચમચી દૂધથી મોયી લો.
  2. હવે તૈયાર થયેલા ગાંગડાને ચાળણી વડે ચાળી લો.
  3. જેથી બેસનની નાની નાની કાંકરી તૈયાર થઇ જશે.
  4. એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
  5. તેમો બેસનની કાંકરી નાખો અને ધીમા તાપે શેકો.
  6. જયારે બેસન હલકો બદામી રંગ પકડે ત્યારે તેમાં મોળો માવો ઉમેરો.
  7. મિશ્રણને હલાવતા રહો અને ૧ મિનીટ જેટલું ગરમ થવા દો.
  8. કડાઈને ગેસ ઉપરથી ઉતારી લો.
  9. બીજી એક તપેલીમાં ખાંડ લો અને ખાંડ ડૂબે એટલી માત્રામાં પાણી લો.
  10. તપેલી ને ગેસ ઉપર ગરમ કરવા મુકો.
  11. ગરમ થતા ખાંડનો કચરો ઉપર આવી જશે તેને ચમચા વડે કાઢી નાખો.
  12. જયારે ચાસણીને ચમચીથી પાડતા એકધારે પડે ત્યારે સમજવું કે ચાસણી તૈયાર થઇ ગયી છે.
  13. આ ચાસણીને બેસનના મિશ્રણ સાથે ભેળવી તેને ફરીથી ૧ મિનીટ ગરમ કરો.
  14. ગેસ બંધ કરી દો.
  15. હવે મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં પાથરી દો.
  16. ૧૦-૧૫ મિનીટ ઠંડુ પડવા દો.
  17. ત્યાર બાદ તેની ઉપર બદામ પીસ્તાની કતરી અને ઈલાયચી પાવડર છાંટી દો.
  18. ૩૦ મિનીટ ઠંડુ પડે એટલે તેના ચોસલા પાડી દો.

તો તૈયાર છે મનમોહક મોહનથાળ.


Khandvi (ખાંડવી)

ખાંડવી


સામગ્રી
  1. ૨૫૦ મી.લી. ઘટ્ટ છાશ
  2. ૧૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
  3. ૧ ચમચી હળદર
  4. ચપટી હિંગ
  5. / ૨ ચમચી રાઈ
  6. ૨ લીલા મરચા (છુન્દેલા)
  7. ૧ ચમચી તલ
  8. ૮-૧૦ મીઠા લીમડાના પત્તા
  9. ૨ ચમચી તેલ
  10. ૧૫-૨૦ કોથમીરના પત્તા
  11. સ્વાદ અનુસાર મીઠું

પદ્ધતિ
  1. એક તપેલી માં બેસન, હળદર, મીઠું અને ચપટી હિંગ નાખીને મિક્ષ કરી લો.
  2. હવે ઘટ્ટ છાશને તેમાં ઉમેરતા રહો અને સાથે સાથે હલાવતા રહો.
  3. હવે આ મિશ્રણને ગેસ ઉપર મધ્યમ ગતિએ લગભગ ૮-૯ મિનીટ સુધી ઉકાળો.
  4. મિશ્રણને ઉકળતાની સાથે સતત હલાવતા રહો જેથી તપેલીની નીચે ગઠ્ઠો જામી ના જાય.
  5. મિશ્રણ જાડું થયું છે તેની ખાતરી કરી લો.
  6. ઉકાળતી વખતે મિશ્રણ ઉછળશે, તેથી થોડું ધ્યાન રાખવું.
  7. મિશ્રણને ઉકળ્યા બાદ તેલ લગાવેલી મોટી પ્લેટમાં શક્ય હોય એટલું પાતળું થર પાથરી દો.
  8. ૧૦-૧૫ મિનીટ માટે ઠંડુ થવા દો.
  9. ઠંડુ થઇ ગયા પછી એનો રોલ વાળી લો.
  10. ૨-૨ ઇંચ ના ટુકડા પાડી દો.
  11. બીજી તપેલી માં ૨ ચમચી તેલ વઘાર માટે મુકો.
  12. તેમાં રાઈ, છુન્દેલા મરચા, તલ અને મીઠા લીમડાના પત્તા નાખો.
  13. બધાનો વઘાર થવા દો.
  14. વઘારને તૈયાર કરેલા રોલ ઉપર એક સરખી રીતે રેડી દો.
  15. કોથમીર ના પત્તા થી શણગારો.

સ્વાદિષ્ટ ખાંડવી પીરસવા માટે તૈયાર છે.


Puran Poli (પુરણ પોળી)

પુરણ પોળી


સામગ્રી
  1. ૨૦૦ ગ્રામ ચણા-દાળ / તુવર-દાળ
  2. ૦૦ ગ્રામ ગોળ
  3. ૧૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. અડધી ચમચી ઈલાયચી પાવડર
  5. ૩-૪ કેસર
  6. ઘી

પદ્ધતિ
  1. ચણા-દાળ/તુવર-દાળ ને ૧૦-૧૫ મિનીટ સુધી પાણીમાં ઉકાળો
  2. દાળને ચાળણીમાં ૧૦-૧૫ મિનીટ સુધી રાખી બધું પાણી નીતારી લો.
  3. હવે ચણા-દાળ/તુવર-દાળ માં ગોળ ઉમેરો, અને જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવો.
  4. તેમાં ઈલાયચી પાવડર અને  કેસર નાખો.
  5. અલગ વાસણમાં આ મિશ્રણને ગરમ કરો અને મિશ્રણને નરમ અને ઘટ્ટ બનાવો.
  6. સતત હલાવતા રહો કે જેથી મિશ્રણ દાઝી ના જાય.
  7. આ પુરણને બાજુ પર મૂકી દો.
  8. ઘઉંનો લોટ માં ઘી અને પાણી ઉમેરી તેને ગુંદી નાખો.
  9. ૪ ઇંચની રોટલી બને  એવી રીતે તેમાં થી લુવા બનાવી લો.
  10. ૪ ઇંચની સાઈઝની રોટલી વણી લો.
  11. તેની વચ્ચે પુરણ ભરો.
  12. ચારે બાજુ થી વાળી લો.
  13. ધ્યાનપૂર્વક ફરીથી ૪ ઈંચની સાઈઝ ની રોટલી વણી લો.
  14. હવે આ રોટલી(પોળી)ને તવી ઉપર બંને બાજુ થી શેકી લો.


પુરણ-પોળી ઉપર ઘી લગાવીને ગરમા-ગરમ આરોગો.

Undhiyu (ઊંધિયું)

ઊંધિયું


સામગ્રી
મુઠીયા માટે
2.     ૧૦૦ ગ્રામ મેથી
3.     અડધા ટુકડા આદુંની પેસ્ટ
4.     ૨ લીલા મરચાની પેસ્ટ
5.     તેલ તળવા માટે
6.     સ્વાદ અનુસાર મીઠું
ઊંધિયા માટે ...
1.     ૨ ચમચા આદું-મરચાની પેસ્ટ
  1. ૧૦૦ ગ્રામ ટોપરાની છીણ
  2. ૫૦ ગ્રામ તલ (વાટેલા)
  3. ૨૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા (વાટેલા)
  4. ૫૦ ગ્રામ લીલુ લસણ (વાટેલું)
  5. ૫૦ ગ્રામ કોથમીર
  6. ૨ ચમચી ધાણાજીરુ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ૨ ચમચી ખાંડ
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૨૫૦ ગ્રામ રતાળુ
  11. ૨૦૦ ગ્રામ શક્કરિયા
  12. ૨૫૦ ગ્રામ બટાકા
  13. ૨૦૦ ગ્રામ નાના રીંગણ/રવૈયા
  14. ૨૫૦ ગ્રામ ફણશી
  15. ૪ ચમચા તેલ
  16. ૧ ચમચી રાઈ
  17. ૧ ચમચી અજમો

પદ્ધતિ
મુઠીયા...
1.     બેસન, મેથી,  આદું-મરચાની પેસ્ટ અને મીઠું એક સાથે મિક્ષ કરો.
2.     થોડુક પાણી ઉમેરી ને ગુંદી લો.
3.     ત્યાર બાદ તેના નાના-નાના લુવા (મુઠીયા) બનાવી લો
4.     કડાઈની અંદર તેલ લઇ તેમાં બધા મુઠીયા એક પછી એક તળી લો.
5.     અને તેને એક બાજુ મૂકી દો.
ઊંધિયું…
1.     બધા શાકને ચોક્ખા પાણીથી ધોઈ લો.
3.     રતાળુ, શક્કરિયાં, બટાકા, રીંગણ વગેરેમાં કાપા પાડીને તેમાં તૈયાર કરેલ મિશ્રણ ભરો.
4.     ફણશીના અલગ વાસણમાં નાના ટુકડા કરો.
5.     એક મોટા તપેલામાં કે જેનું તળિયું જાડું હોય, તેમાં ૪ ચમચા તેલ ગરમ કરવા મુકો.
6.     તેલ ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ અને અજમો નાખો.
7.     વઘાર તૈયાર થયા બાદ તેમાં ફણશીના ટુકડા નાખો.
8.     તેમાં મીઠું નાખીને ગેસ ઉપર ૫-૭ મિનીટ માટે ઉકળવા દો.
9.     ભરેલા રતાળુ, શક્કરિયાં, બટાકા, રીંગણ વગેરે તપેલામાં ફણશીના ઉપર ગોઠવીને મુકો.
10.  ત્યારબાદ તપેલા ને ઢાંકી દો.
11.  થોડી થોડી વારે હલાવતા રહેવું, જેથી તપેલા માં ચોટી ના જાય.
12.  બધા શાક ચઢી જાય પછી તેમાં તૈયાર મુઠીયા મૂકી દો.
13.  ફરીથી એક વખત હલાવીને તપેલાને ફરીથી ઢાંકી ને ગેસ બંદ કરી દો.
14.  ૧૫-૨૦ મિનીટ આમ રાખો.


ઉપર ટોપરાની છીણ, કોથમીર ભભરાવીને ગરમા ગરમ પીરસો.

Magaj - Magdal (મગજ કે મગદળ)

મગજ કે મગદળ


સામગ્રી
  1. ૫૦૦ ગ્રામ  માગનો લોટ (કકરો) (મગદળ માટે) / બેસન (મગજ માટે)
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૫૦ ગ્રામ ખોયા (મોળો માવો)
  4. ૧૦ સમારેલી બદામ
  5. ૧૦ સમારેલા પીસ્તા
  6. ૨ ચમચી ઈલાયચી પાવડર
  7. ૨૫૦ ગ્રામ ઘી

પદ્ધતિ
  1. મગના લોટ કે બેસન ને ૧૨૫ ગ્રામ ઘી થી બરાબર મોયી લો.
  2. બાકીના ઘીને કડાઈમાં ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરો.
  3. મોયેલા મગના લોટને ઉકળતા ઘી માં હલાવતા-હલાવતા નાખો,
  4. થોડુક ગરમ થયા બાદ તેમાં મોળો માવો ઉમેરો અને હલાવતા રહો.
  5. મિશ્રણ ગરમ થયા બાદ તેમાં ખાંડ, બદામ અને પીસ્તાના ટુકડા તથા ઈલાયચી પાવડર નાખો.
  6. હવે જ્યાં સુધી મિશ્રણ હળવા બદામી રંગનું ના થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો.
  7. હવે ગેસ સ્ટવ બંધ કરી દો.
  8. એક નાની થાળીને ઘી થી ચોપડી તેમાં આ મિશ્રણને પાથરી દો.
  9. ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
  10. હુંફાળું હોય ત્યાં સુધીમાં પ્રમાણસર ચોસલા પડી દો.
  11. બીજી ૩૦ મિનીટ સુધી ઠરવા દો.


મગજ પીરસવા માટે તૈયાર છે.

Kuler (કુલેર)

કુલેર


સામગ્રી
2.     ૨ ચમચા ઘી
3.     ૨ ચમચા ગોળનો ભૂકો  / બુરું ખાંડ
4.     ઈલાયચી વાટેલા

પદ્ધતિ
2.     હવે તેમાં બાજરીનો લોટ ભેગો કરીને બરાબર મિક્ષ કરી લો.
3.     આ લોટ માંથી નાની નાની લાડૂડી વાળી લો.


માત્ર ૨ મિનીટમાં આપની વાનગી કુલેર તૈયાર.

Methi Na Thepla (મેથીના થેપલા)

મેથીના થેપલા

સામગ્રી
  1. ૧ જુડી મેથી
  2. ૧/૨ જુડી કોથમીર
  3. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. ૨૫ ગ્રામ બેસન (ચણાનો લોટ)
  5. ૨૫ ગ્રામ રવો / ચોખાનો કકરો લોટ
  6. ૧ ચમચી તલ
  7. ૧/૨ ચમચી જીરું
  8. ૩ ખાંડેલા લીલા મરચા
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી હળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. સાંતળવા માટે તેલ

પદ્ધતિ
  1. મેથી અને કોથમીરને ચોક્ખા પાણીથી ધોઈ અને સમારી લો.
  2. બધા લોટને એક મોટા કબીરામાં મિક્ષ કરો.
  3. હવે કબીરમાં મેથી, કોથમીર, તલ, જીરું, લીલા મરચા, લાલ મરચું, ચમચી હળદર અને મીઠું ઉમેરો.
  4. બધી સામગ્રીને બરાબર હલાવી નાખો.
  5. થોડુક પાણી નાખીને લોટને ગુંદી લો, થોડું તેલ લઇ લોટને પોચો અને સુવાળો બનાવો.
  6. ગુન્દેલા લોટના ૮-૧૦ એક સરખા લુવા બનાવી લો.
  7. દરેક લુવા માંથી ૫ ઇંચ જેટલા વ્યાસ વાળી થેપલા વણી લો.
  8. દરેક થેપલાને બંને બાજુ તેલ લગાવીને ગરમ તવી ઉપર સાંતળી લો.
  9. થેપલા બરાબર તળાય છે તે ખાતરી કરી લો.
  10. ૮-૧૦ થેપલાને એક પછી એક સાંતળી લો.


મેથીના થેપલા પીરસવા માટે તૈયાર છે, કે પછી હવાચુસ્ત ડબ્બામાં સંગરી રાખો.