Dhokla (ઢોકળા)

ઢોકળા
 



સામગ્રી
  1. ૨૦૦ ગ્રામ રવો / કકરો ચોખાનો લોટ
  2. ૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
  3. કપ  છાશ
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ
  6. ૧ ચમચી આદુની પેસ્ટ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ચમચી તેલ
  9. ૧ ચમચી સોડા બાય -કાર્બ  કે ઈનો
  10. ૧ લીંબુનો રસ
  11. ચમચી તેલ
  12. ૧૦-૧૨ કોથમીરના પત્તા
  13. ૧ ચમચી લાલ મરચું

પદ્ધતિ
  1. રવો, બેસન અને છાશને એક તપેલીમાં લઇને બરાબર મિક્ષ કરો.
  2. શક્ય એટલું એકરસ કરી લો.
  3. મિશ્રણ એકરસ અને ઘટ્ટ હોવું જરૂરી છે.
  4. મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો અને ૪ કલાક માટે સુકી જગ્યા ઉપર મૂકી રાખો.
  5. હવે મિશ્રણમાં આદું મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો, બરાબર હલાવો.
  6. બીજી બાજુ ગેસ ઉપર પ્રેશર કૂકર તૈયાર કરો.
  7. એક નાની થાળી કે ડીશ લઈને તેને તેલ વાળી કરી દ્યો.
  8. એક વાડકીમાં  ૧ ચમચી સોડા બાય -કાર્બ  કે ઈનો, લીંબૂનો  રસ અને ૧ ચમચી તેલ લઈને બરાબર મિક્ષ કરી લો.
  9. ઢોકળાના તૈયાર કરેલ મિશ્રણમાં તેને નાખી દો.
  10. હવે આ મિશ્રણને તેલ વળી કરેલી ડીશમાં પાથરી દો અને ૧૦-૧૨ મિનીટ માટે કૂકરમાં બાફી લો.
  11. ૧૦ મિનીટ કૂકર ઠંડુ થવા દઈ ઢોકળાના ચોસલા કાપી લો.
  12. હવે વઘાર કરવા માટે ૨ ચમચી તેલ કડાઈમાં ગરમ કરો.
  13. તેમાં રાઈનો વઘાર કરો.
  14. વઘારને ઢોકળા ઉપર સમાન રીતે રેડી દો.
  15. કોથમીરના પત્તાથી અને લાલ મરચાથી ઢોકળાને શણગારો.


ચટણી/સોસ/અથાણા સાથે પીરસો.