Dalwada (દાળવડા)

દાળવડા


સામગ્રી
  1. ૫૦૦ ગ્રામ મગની દાળ
  2. ૫૦ ગ્રામ અડદની દાળ
  3. ૫૦ ગ્રામ ચોખા
  4. આદુ પેસ્ટ
  5. ડઝન લીલા મરચા
  6. લસણ ૧૦ કળી
  7. ચપટી હીંગ
  8. ડુંગળી
  9. મરચાં
  10. તળવા માટે તેલ
  11. સ્વાદ પ્રમાણે મીઠું

પદ્ધતિ
  1. મગ, અડદ અને ચોખાને એક બાઉલમાં મિક્ષ કરો.
  2. બધું મિશ્રણ પાણીમાં ડૂબી જાય તેટલું પાણી નાખો.
  3. આ મિશ્રણને 6 કલાક જેટલું પલળવા દો.
  4. હવે આ પલળેલા મિશ્રણને મિક્ષ્ચરમાં અધકચરું વાટી લો.
  5. તેમાં આદુની પેસ્ટ, સમારેલા મરચાં, લસણની પેસ્ટ, હિંગ, વાટેલા કાળા મરી અને મીઠું ઉમેરો.
  6. હવે આ મિશ્રણને બરાબર હલાવો.
  7. હવે ફ્રાયિંગ પેન માં તેલ લઈને ગેસ ઉપર ઉકાળવા મુકો.
  8. ઉકળતા તેલમાં મિશ્રણનાં નાના ગોળા તળવા માટે મુકો.
  9. તળ્યા બાદ તૈયાર દાળવડા ને ઝારા વડે બહાર કાઢો અને બીજા ગોળા તળવા માટે મુકો.
  10. તૈયાર દાળવડા ને સમારેલી ડુંગળી સાથે પીરસો.



સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાળવડા ખાવા માટે તૈયાર છે.